Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વર્દીમાં ના હોત તો આરોગ્ય મંત્રીના પુત્રનાં હાથ પગ અને તેમના પ્રાઇવેટ પાર્ટ તોડી નાખત : સુનિતા યાદવ

સુનિતા યાદવનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન : વીડિયો વાયરલ

સુરતઃ આરોગ્ય રાજ્યમંત્રી અને તેમના પુત્ર સાથે થયેલા વિવાદ બાદ ચર્ચામાં આવેલી સુરત શહેર પોલોસની લોકરક્ષક સુનિતા યાદવ સતત પોતાના ફેસબુક પેજ પર લાઈડ વીડિયો અપલોડ કરી રહી છે. સુનિતાનો વધુ એક વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે. જેમાં સુનિતા જણાવી રહી છે કે, “એ વખતે યુનિફોર્મ ન પહેર્યો હોત તો મંત્રીનાં દીકરા અને તેના મિત્રોનાં પ્રાઇવેટ પાર્ટ તોડી નાંખ્યા હોત.” તે આરોગ્ય મંત્રીને સુધરી જવાની ધમકી પણ આપી રહી છે.

સુરત શહેર પોલીસની લોકરક્ષક સુનિતા યાદવ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર સાથે થયેલા વિવાદને પગલે ચર્ચામાં આવી હતી. પોતાની ફરજ બજાવતા અટકાવવામાં આવી હોય તેવો વિડીયો વાઇરલ થતાં સુનિતાને લોકોનું સમર્થન પણ મળ્યું હતું. જો કે ત્યાર બાદ તેના એક પછી એક વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં તે વિવાદાસ્પદ નિવેદનો કરી રહી છે. હાલમાં સુનિતા ગુજરાત બહાર છે ત્યારે તેને ફેસબુક લાઈવમાં ફરી એક વખત આરોગ્ય રાજ્યમંત્રી, તેમના પુત્ર અને તેનાં મિત્રો વિશે અભદ્ર ટિપ્પણી કરી છે.

સુનિતા યાદવ ફેસબુક લાઈવમાં રાગીણી યાદવની વાત કરી રહી હતી. જે દરમિયાન તેને કહ્યું હતું કે,“હું તો 70-80 લોકોનો એકલો સામનો કરી શકું છું. તે દિવસે જ્યારે મંત્રીના દીકરા સાથે માથાકૂટ થઈ ત્યારે તો માત્ર 6થી 7 લોકો જ ત્યાં હાજર હતાં. હું એકલી 70-80 લોકોના હાડકા તોડી શકું છું કારણ કે અમને NCC અને પોલીસની ટ્રેનિંગમાં સેલ્ફ ડિફેન્સ શીખવે છે. એક આ સિસ્ટમ છે કે જે અમને શાંતિથી બેસવા મજબૂર કરે છે. તે દિવસે યુનિફોર્મ પહેર્યો હતો એટલે હું મજબૂર હતી જેથી કશું કરી શકી નહીં. લોકો મને કહે છે કે મે તે દિવસે અપશબ્દો બોલ્યાં હતાં. પણ આરોગ્ય મંત્રી ધ્યાનથી તે દિવસનો ઓડિયો બરાબર સંભાળે. તમારા દીકરાએ મને દારૂ પીવડાવવાની વાત કરી હતી. જો કે તે દિવસે હું વર્દીમાં હતી નહીં તો મંત્રીના પુત્ર અને તેના મિત્રોને તોડી નાખ્યા હોત. તેમના હાથ-પગ અને તેમના પ્રાઇવેટ પાર્ટ પણ મેં તોડી નાંખ્યા હોત.”

સુનિતાએ આરોપ લગાવ્યો હતો કે, આરોગ્ય મંત્રી મારી સામે ભાડાના ટટ્ટુ ઉભા કરી તપાસ કરાવે છે. પણ હું ડરવાની નથી. સૌથી મહત્વની વાત એ છે કે દેશની દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે ગૃહમંત્રી, રક્ષામંત્રી શું કરી રહ્યાં છે? જો દિકરીઓને ન્યાય નહીં મળે તો નોકરી છોડી બગાવત કરીશ. પીએમ નરેન્દ્ર મોદી મંદિર બનાવી રહ્યાં છે તે સારી વાત છે, પરંતુ તેમને દીકરીઓ વિશે પણ વિચારે તે જરૂરી છે.

(10:32 pm IST)