Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજપીપળા નજીકની મોવી ચોકડી પાસેથી રૂ.૩૩,૮૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી LCB નર્મદા

મંગાવનાર બે મહિલા સહીત ત્રણ સામે ગુન્હો નોંઘ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદાના ઓએ જીલલામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસર કારક કામગીરી કરવા માટે કદક સૂચના આપતા એ.એમ. પટેલ,પો.ઇન્સ. એલ.સી.બી.ના સુપરવિઝનમાં સી.એમ.ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના માણસો મારફતે રાજપીપળા પો.સ્ટે. વિસ્તારના મોવી ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન આરોપી પીનલ ઉર્ફે રવિન્દ્રભાઈ વિક્રમભાઈ વસાવા (રહે. તરોપા તા.નાંદોદ )ને મોટર સાયકલ નંબર GJ-22-1-2632 ના ઉપર એક મીણીયા થેલામાં પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૮૮ કિ.રૂ.૮,૮૦૦ તથા મોટર સાયક્રલ-૧ કિ.રૂ. ર૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.પ૦૦૦ મળી કુલ કિં.રૂ.૩૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે પક્રડાઇ જઇ તેમજ આ ગુનાના કામે પ્રોહી.મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર આરોપીઓ (૧) જયદિપ ઉર્ફે બાબર જહરસિંગ વસાવા (રહે.જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા) (૨)સંગીતાબેન મહેશભાઇ વસાવા (રહે.આમલેથા મીલ તા.નાંદોદ) (3) મીનાબેન ઉર્ફે મેણકાબેન (રહે. આમલેથા મીલ તા.નાંદોદ ) નાઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
 

(10:14 pm IST)