Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરત:કાપોદ્રા પોલીસે ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા 6 શકુનિઓને રંગે હાથે ઝડપી પાડ્યા

સુરત:કાપોદ્રા પોલીસે ગતરાત્રે સ્નેહમુદ્રા સોસાયટી પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ગુજરાતી ફિલ્મના એક્ટર સહિત 6 ને ઝડપી પાડી રોકડા રૂ.11 હજાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગતરાત્રે નવ વાગ્યે સ્નેહમુદ્રા સોસાયટી પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં રેડ પાડી જુગાર રમતા મહેશ પટેલ ( રહે. ગોવિંદ પાર્ક સોસાયટી, ઉત્રાણ ગામ, સુરત ), સતીષ રાઠોડ, રાજુ માણીયા, રમેશ રાઠોડ, સોમા પટેલ અને કમલસિંગ થાપાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.11 હજાર કબજે કર્યા હતા.

ઝડપાયેલા જુગારીઓ પૈકી ખોડીયારનગર રોડ સ્થિત આદર્શ ફરસાણમાં નોકરી કરતા મહેશ પટેલની પોલીસે પુછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે તે ફિલ્મ એકટર છે અને વિક્રમ રાઠોડની ગુજરાતી ફિલ્મ પ્રેમ કી દિવાનીમાં વિલનનો રોલ કર્યો છે.

(5:37 pm IST)