Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વડોદરાના વાડી હનુમાનપોળમાં રહેતા પરિવારને રક્ષાબંધન કરવા દાહોદ જવું ભારે પડ્યું:તસ્કરો બંધ મકાનનું તાળું તોડી 88 હજારની રકમ ચોરી છૂમંતર....

વડોદરા: શહેરના વાડી હનુમાનપોળમાં રહેતો પરિવાર રક્ષાબંધનની ઉજવણી માટે વતન દાહોદ ગયો હતો. તે દરમિયાન ચોરટોળકી તાળુ તોડીને ૮૮ હજારની મત્તા ચોરી ગઇ હતી. 

માંજલપુરની વીકિલન નામની કંપનીમાં  નોકરી કરતા હર્ષદ અશોકભાઇ સીકલીગર ગત ૧લી તારીખે  મકાનને તાળુ મારીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે વતન દાહોદ જિલ્લાના પીપલોદ ગામે ગયા હતા. તે દરમિયાન મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ચોર ટોળકી અંદર ઘુસી હતી અને તિજોરીનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા ૧૫ હજાર રૃપિયા મળીને ૮૮ હજાર રૃપિયાની મત્તા લઇ ગઇ હતી. જે અંગે અશોકભાઇએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(5:29 pm IST)