Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ખેડૂતોને નુકસાન સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ લડાયક

ગૃહ ફરી મળ્યા બાદ ૨૪મીએ ફેબ્રુઆરીએ બજેટ : કોંગ્રેસ પાર્ટી જુદા જુદા મુદ્દાઓને ઉઠાવવા સુસજ્જ બની

અમદાવાદ, તા. ૯ : ગુજરાત વિધાનસભાના સત્રને લઇને કોંગ્રેસ દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે. આ સત્રમાં કોંગ્રેસ પાર્ટી જુદા જુદા મુદ્દાઓને ઉઠાવી શકે છે જેમાં તીડના કારણે ખેડૂતોને થયેલા નુકસાન, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અને હાલમાં જ એનએસયુઆઈ પર કરવામાં આવેલા હુમલાના મુદ્દાને લઇને કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરી શકે છે.

               બીજી બાજુ પ્રદિપસિંહ જાડેજા કહી ચુક્યા છે કે, બજેટ સત્રની કામગીરીના સંદર્ભમાં ગૃહની બેઠક ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ફરી મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વર્ષ ૨૦૧૯-૨૦નું ખર્ચનું પુરક પત્ર તથા વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ૨૨૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરશે. બજેટ સત્ર ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થશે. રાજ્યપાલના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. પુરક માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો, અંદાજપત્રની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા માટે અને મતદાન માટે ૧૨ બેઠકો ફાળવવામાં આવી છે.

(8:40 pm IST)