Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાધનપુરના વિજયનગર અને સમીના વરાણા ગામે યોજાઇ ગ્રુહ વપરાશની વસ્તુઓ બનાવવાની તાલીમ

રિલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં બહેનોને અપાઈ રોજગાર લક્ષી તાલીમો

વિજયનગર ગામ રાધનપુર તાલુકા મથકેથી ૧૫ કિ.મી અને વરાણાગામ સમી તાલુકા મથકેથી ૫ કીમી ના અંતરે આવેલું ગામ છે આ ગામોમાં ચૌધરી, ઠાકોર પુરોહિત, ભીલ, સાધુ. હરીજન, પ્રજાપતી , સિંધવ, રાણા   દરજી વગેરે  જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમા મીશન મંગલમ યોજના હેઠળ સ્વ સહાય જુથની રચના કરેલ છે.પરંતુ જુથ ના બહેનોને રોજગાર લક્ષી ગૃહ ઉદ્યોગ ને લગતી પુરતી માહિતીના અભાવે  તે મંડળો બચત સિવાય ની કોઈ વિકાસ લક્ષી બાબતો માં નિષ્ક્રિય હાલતમા જોવા મળ્યા હતા.  

   રિલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર અને મિશન મંગલમ વિભાગ દ્વારા તેમની સાથે સૌથી પહેલી વાર અલગ અલગ જુથના લીડર અને ઉપલીડર સાથે મીટિંગ કરવામા આવી જેમા એ જાણવા મળ્યુ કે નાણાકીય સાક્ષરતા અંગે અને બહેનો માટે ગ્રુહ ઉધ્ધોગની તાલીમની માહિતીની જરૂરિયાત છે. આ માટે જુથમા જોડાયેલા બહેનો સાથે તાલીમ અને અલગ અલગ પ્રકારની કાર્યશાળાઓ કરવામા આવી  તથા દેના સ્વરોજગાર તાલીમ સંસ્થા સાથે સંકલન કરી ગામ સ્તરે અગરબત્તી, સાબુ,શેમ્પુ વગેરે બનાવટોની ૧૦ દિવસની તાલીમ બેનો માટે શરૂ કરવામા આવી હતી

 આ તાલીમના ઉદઘાટન પ્રસંગે ગામના સરપંચ, તલાટી, પંચાયતના સક્રિય સભ્ય, રીલાયન્શ ફાઉન્ડેશનની ટીમ મિશન મંગલમ ની ટિમ અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણના ફેકલ્ટી હાજર  રહ્યા હતા.

(8:39 pm IST)