Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બોરસદ તાલુકાના દહેમી નજીક જમીનની તકરારમાં કાકા પર જીવલેણ હુમલો કરી અંગુઠો કાપી નાખનાર ભત્રીજાને 5 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

બોરસદ:તાલુકાના દહેમી ગામે જમીનના લાગભાગ બાબતે ભાઈ ઉપર ધારીયા અને લાકડીથી હુમલો કરીને અંગુઠો કાપી નાંખી ફ્રેક્ચર કરી નાંખવાના કેસમાં બોરસદની ચીફ કોર્ટે ભત્રીજાને તકશીરવાર ઠેરવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦ હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર દહેમી ગામે આવેલી રવિપુરા સીમમાં રહેતા ડાહ્યાભાઈ બબુભાઈ ગોહેલને પોતાના ભાઈ મગનભાઈ અને ભત્રીજા પ્રવિણભાઈ રાવજીભાઈ ગોહેલ સાથે ખેતરની વાડ બાબતે ઝઘડો ચાલતો હતો. દરમિયાન ગત ૧૦--૦૬ના રોજ સાંજના સવા પાંચેક વાગ્યાના સુમારે ડાહ્યાભાઈ બબુભાઈને મગનભાઈ અને પ્રવિણે તમે ગુંદા કેમ ઉતારી લાવ્યા છો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. જેથી ડાહ્યાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં મગનભાઈએ પોતાની પાસેનું ધારીયું માથામાં મારવા જતાં ડાહ્યાભાઈએ ડાબો હાથ ઊંચો કરી દેતાં અંગુઠા ઉપર ધારીયું વાગતા અંગુઠો કપાઈ ગયો હતો અને લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ પ્રવિણભાઈએ પોતાની પાસેની લાકડીની ઝાપોટો ડાબા હાથના ખભા ઉપર મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. બૂમાબૂમ થતાં આસપાસના લોકો આવી જતાં કાકો-ભત્રીજો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ડાહ્યાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે બોરસદ રૂરલ પોલીસે ઈપીકો કલમ ૩૨૬, ૫૦૪, ૫૦૬ (), ૧૧૪ અને બીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ બોરસદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

(5:35 pm IST)