Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ખેડા જિલ્લાના પીજ નજીક સર્જાયેલ જુદા-જુદા ત્રણ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં પીજ ગામની સીમ, રોઝવા તેમજ વીણા પાટીયા નજીક સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અંગે પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોવિંદપુરામાં રહેતાં મહેશભાઈ ડાહ્યાભાઈ પરમાર ગત સોમવારના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની બોલેરો પીકઅપ ગાડી . જીજે-૨૭, વી-૭૨૮૭ લઈ વસો તાલુકાના પીજ ગામની સીમમાં આવેલ ગોવર્ધન ફાર્મ નજીક માર્ગ પરના વળાંક પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે સામેથી આવતાં વાહનની લાઈટથી મહેશભાઈ એકાએક અંજાઈ જતાં તેઓએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને તેઓની ગાડી પલટી ખાઈ રોડની સાઈડે ગટરમાં ઊતરી ગઈ હતી. અકસ્માતમાં પીકઅપ ગાડીના ચાલક મહેશભાઈ ડાહ્યાભાઈ પરમારને ઈજા પહોંચી હતી.

(5:34 pm IST)