Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પતંગ મોજથી ચગાવીએ, દોરાથી પક્ષીઓને ઇજા ન થાય તેની કાળજી રાખીએઃ એચ.એચ.જાડેજા

સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી જ પતંગ ઉડાડીએ, ફાનસ - ફટાકડાથી દૂર રહીએ

રાજકોટ તા. ૯ : ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન-અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન સુચારૃં રીતે કરી શકાય તે માટે નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયં સેવકો અને શાળાઓના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી.

નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લસાથી ઉજવાય છે. પતંગ ઉડાવવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજા કે મૃત્યુ પામેછે. આવા અબોલા અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે. તેને બચાવવાની કામગીરી આપણી સૌની નૈતિક જવાબદારી છે. આ ઉમદા કામ સરકારના કર્મયોગીઓને ચાલુ ફરજ દરમ્યાન કરવા મળે છે.

જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ડામોરે જણાવ્યું હતું કે, આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાંણાવાળા પુંઠાના બોક્ષમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઇપણ કેન્દ્ર ઉપર લઇ જશો.

સર્વે નગરજનોને સવારના ૯ કલાકે પહેલા કે સાંજના પ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, તુક્કલ ન ચગાવીએ ચાઇનીઝ, સીન્થેટીક કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ફટાકડા ન ફોડીએ અને ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરવા તથા ઘાયલ પક્ષી પર પાણી ન રેડવા પણ જણાવ્યું છે. ઉત્તરાયણ તહેવારમાં આવા આબોલા પક્ષીને સારવાર માટેકરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર-૧૯૬ર કે નજીકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે.

આટલું ન કરો...

 ઘાલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકવું...

 સવારે ૯ થી સાંજના પ વચ્ચે જ પતંગ ચગાવીએ.

 રાત્રિના તુક્કલ ન ચઢાવવા અને ફટાકઠા ન ફોડવા.

આટલું કરો...

 ઘાયલ પક્ષીને આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાંવાળા પુંઠાના બોક્ષમાં રાખીએ

 વૃક્ષો-ઇલેકટ્રીક લાઇન અને ટેલીફોન લાઇનથી દુર પતંગ ચગાવો...

 ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરો....

(11:24 am IST)