Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બોરસદના કંકાપુરામાં નજીવી બાબતે દંપતીને ઢોરમાર મારતાં ગુનો દાખલ

બોરસદ :તાલુકાના કંકાપુરા નાની નહેર ખાતે રહેતા ચંપાબેન નટુભાઈ પરમારના ખેતરની ગોરસ આંબલી ઉપર નજીકમાં જ રહેતા રંગીતભાઈ ભીખાભાઈ પરમાર ચઢ્યા હતા અને ગોરસ આંબલી પાડી રહ્યા હતા જેથી ચંપાબેને ગોરસ આંબલી પાડવાની ના પાડી હતી. જેની રીસ રાખીને રંગીતભાઈ, લીલાબેન અને મગનભાઈ ફુલાભાઈ પરમારે ઝઘડો કર્યો હતો. અને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. 
ગાળો બોલવાની ના પાડતાં જ રંગીતભાઈએ પોતાની પાસેની લાકડી ડાબા હાથના કાંડા ઉપર મારીને ફ્રેક્ચર કરી નાંખ્યું હતુ. લીલાબેને પોતાની પાસેની લાકડી ચંપાબેનને માથાના ભાગે મારી દીધી હતી. જ્યારે મગનભાઈએ દંપતીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ અંગે વીરસદ પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(4:48 pm IST)