Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વાપીના ચાણોદમાં અગમ્ય કારણોસર 16 વર્ષીય તરુણે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાપી: શહેરના ચણોદ ગામે રહેતા ૧૬ વર્ષીય તરૂણ માતાને અભ્યાસ કરવા જાઉ છું એમ કહી હોલમાં ગયા બાદ ભેદી સંજોગોમાં ફાંસો ખાઇ લેતા ચકચાર મચી છે. ધો.૧૨માં ભણતા તરૂણે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કોઈ વિગત બહાર આવી નથી. 

વાપીના ચણોદ ગામે વૃદાવન પાર્કમાં મુનિશ કિષ્ણાપ્રસાદ ત્રિવેદી પરિવાર સાથે રહે છે. મુનિશ શનિવારે રાબેતા મુજબ નોકરી ગયો હતો. સાંજે પત્ની અને પુત્ર ઘરમાં હાજર હતા. પત્ની બેડરૂમમાં આરામ કરતી હતી. ત્યારે ધો.૧૨માં ભણતો પુત્ર પ્રશાંત (ઉ.વ.૧૬) માતાની બાજુમાં સુઇ ગયો હતો. જો કે પાંચ મિનીટ બાદ પ્રશાંત માતાને હોલમાં અભ્યાસ કરવા જાઉ છું એમ કહીને ગયો હતો. 

(4:46 pm IST)