Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમીરગઢમાં હોટલના ગાર્ડનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શકુનિઓની ધરપકડ કરી

મેઘરજમાં શાકભાજીના વેપારીની લૂંટના ઇરાદે ચાર મહિલાઓએ ચપ્પુથી હુમલો કર્યો

મેઘરજ: શહેરમાં  શાકભાજીના વેપારી હિંમતનગર કામકાજ અર્થે જઇ પરત ફરી મેઘરજ બસ સ્ટેન્ડથી ઘરે જતા સમયે ૪ મહિલાઓએ પીછો કરી અંધારાનો લાભ લઇ વેપારીને લૂંટી લેવાના ઇરાદે વેપારીને છાતી અને માથાના ભાગે છરીના ઘા મારી લૂંટી લેવાનો પ્રયત્ન થતા વેપારીએ બૂમાબમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા મહિલાઓ નાસી છૂટી હતી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર બનાવની જાણ મેઘરજ નગરમાં થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

બનાસકાંઠા: જીલ્લાના અમીરગઠને અડીને આવેલા રાજસ્થાન-આબુરોડની એક હોટલના ગાર્ડનમાં હારજીતનો ગંજીપાનો જુગાર રમત બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા તથા ગાંધીનગરના તેર શકુનિઓનીે આબુરોડ પોલિસે રોકડ રકમ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આબુરોડ સદર થાણાના અધિકારી અનિલકુમાર વિશ્નોઈના જણાવ્યા પ્રમાણે શિરોહી જીલ્લાના એસ.પી. જય યાદવના આદેશ અનુસાર ગુનાઓને ઠામવા માટે  સમગ્ર  જીલ્લાના િઅભયાન ચલાવવામાં આવતાં જેમાં ગત શુક્રવારની મોડી રાત્રિ સમયે માહિતીસુત્રોની બાતમી મળેલ કે આબુરોડ  સ્વરૃપગંજ રોડ પર  ગામ પાસે આવેલ માઉન્ટ વેલી કોટેજના સાર્વજનીક ગાર્ડનમાં જુગાર રમાઈ રહ્યો છે. જે માટે એસ.પી. જય યાદવના નિર્દેશ મળતા સદરથાણા પોલીસ ત્યાં પહોંચતા ગાર્ડનમાં હારજીતનો જુગાર રમતા કુલ તેર ઈસમોને પકડવામાં આવ્યા હતા. જેઓની પાસેથી બાજીપાના ઉપરાંત 3.65,135 રૃપિયા રોકડ મળી આવ્યા હતા. રાજસ્થાન પોલીસને જોઈ ગુજરાતના જુગારીઓમાં દોડધામ મચી ગયેલ હતી. 

(4:46 pm IST)