Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વડોદરા: કારમાં દારૂની હેરાફેરી કરનાર નરાધમની કબીર કોમ્પ્લેક્સ પાસેથી ધરપકડ

વડોદરા:પ્રતાપનગર વિસ્તારની સરદાર સોસાયટીમાં રહેતો ભૂપેન્દ્રસીંગ સોહનસીંગ પંજાબી પોતાની કારમાં વિદેશી દારૃની છ બોટલો અને બિયરના ચાર ટીન લઇને આવતો હતો. તે સમયે માંજલપુર પોલીસે તેને કબીર કોમ્પલેક્સ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસે દારૃ, બિયર, રોકડા રૃપિયા ૫૫૦, મોબાઇલ ફોન અને કાર મળીને કુલ રૃપિયા ૭૯,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યુ હતું કે, આરોપી અણખી ગામેથી દારૃ લાવ્યો હોવાનું જણાવતો હોઇ તે બાબતે તપાસ કરવાની છે. આરોપી કેટલા સમયથી દારૃનો ધંધો કરે છે ? અગાઉ કેટલી વખત દારૃ લાવ્યો છે ? દારૃ કોને આપવાનો હતો ? મુખ્ય સૂત્રધાર કોણ છે ? તે અંગેની તપાસ કરવાની છે. જે આરોપીના રિમાન્ડ નામંજૂર થશે તો તપાસ આટલેથી અટકી જ જાય તેમ છે.

(4:36 pm IST)