Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વડોદરાના શિનોર તાલુકામાં મોબાઇલશૉપમાંથી લાખોના મોબાઈલ ઉઠાવનાર બેની ધરપકડ

વડોદરા: શહેરના શિનોર તાલુકાના સેગવા ગામે મોબાઇલ શોપમાંથી લાખો રૃપિયાના મોબાઇલ  ઉઠાવનાર બે તસ્કરને પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી માત્ર બે મોબાઇલ ફોન કબજે કર્યા છે.

પ્રાપ્ત માહિતિ મુજબ સેગવા ચોકડી પર આવેલા વેદાંત રેસિડેન્સી શોપીંગ મોલમાં પાર્થ મોબાઇલ શોપ નામની દુકાનમાંથી તા.૧૧ જાન્યુઆરીના રોજ ૧.૯૫ લાખ કિંમતના ૩૨ મોબાઇલની ચોરી થઇ હતી. આ અંગે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જિલ્લા એલસીબીને માહિતિ મળી હતી કે વેમાલી ગામ નજીક હાઇવે તરફ આવેલા રતનામ એવરેસન નામની બાંધકામ સાઇટ પર બે વ્યક્તિ મોબાઇલ વેચવા માટે ફરે છે.

(4:35 pm IST)