Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આરોગ્ય કર્મચારીઓના આંદોલનને કર્મચારી સંકલન સમિતિનો ટેકોઃ બુધવારે માસ સી.એલ.

અમદાવાદ, તા. ૪ :. ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય વહીવટી કર્મચારી મહામંડળ દ્વારા આરોગ્ય ખાતાના વહીવટી કર્મચારીઓ દ્વારા તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર સામે આંદોલનના કાર્યક્રમો ચાલુ છે. જેમા કાળી પટ્ટી સહિતના સફળ કાર્યક્રમો બાદ આગામી તા. ૬ ના રોજ માસ સી.એલ. પર જવાનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. તેમ ગુજરાત કર્મચારી સંકલન સમિતિના પ્રવકતા આર.એચ. પટેલની યાદી જણાવે છે.

આરોગ્ય ખાતાના વહીવટી કર્મચારીઓ દ્વારા ચાલતા આંદોલનના કાર્યક્રમોને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ હાર્દિક ટેકો જાહેર કરે છે તેમજ સરકારને અપીલ કરવામાં આવે છે કે સદર કર્મચારીઓના પડતર પ્રશ્નોનો હકારાત્મક નિર્ણય કરે. કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નો બાબતે હંમેશા સંકલન સમિતી કર્મચારીઓ સાથે જોડાયેલ છે અને તેઓના માસ સી.એલ.નો કાર્યક્રમ સફળ બનાવવા હાકલ કરીએ છીએ તેમ જ આગામી આંદોલનના તમામ કાર્યક્રમોમાં જરરૂ પડયે નાછુટકે અમો જોડાઈ પ્રશ્નોનો ઉકેલ આવે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવાયુ છે.(૨-૫)

(10:25 am IST)