Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વડગામના ચિત્રોડા પાંચડા રોડ નજીક પીકઅપ વાન અડફેટે ધનાણી ગામના બાઈક ચાલક યુવાનનું કરૂણમોત

વડગામ :સામાજીક કામપૂર્ણ કરી ઘેર પરત ફરી રહેલ ધનાલીના યુવકનું ચિત્રોડા પાંચડા રોડ તરફ માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

   આ અંગે મળતી વિગતો મુજબ વડગામ તાલુકાના ધનાલી ગામના યશવંતસિંહ હરીજી રાજપુત  બપોરે સામાજીક કામ પૂર્ણ કરી મોટર સાયકલ નં. જી.જે.૦૮ એડી ૯૬૪ર લઈ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચડા-ચિત્રોડા નજીક પુરઝડપે ગફલતભર્યું ડ્રાઈવીંગ કરી આવી રહેલ પીકઅપ ડાલા નં.જી.જે. ૧૮ એટી-૦ર૯પ ઉ.વ.૧૮ આશરેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયું હતું

    જયારે  બાઈકમાં સવાર કિંજલબા રાજપુતને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ધનાલી સરપંચ દિલીપસિંહ સરદારજી રાજપુતની ફરીયાદના આધારે વડગામ પોલીસ મથકે ધોરણસરની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(10:04 pm IST)