Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભરૂચ જિલ્લાના નવ તાલુકા પણ હવે સીસીટીવી કેમેરાથી થશે સજ્જ

જિલ્લામાં 580 સીસીટીવી કેમેરા લગાવાશે : ગુનાહિત કૃત્ય પર બાજ નજર

ભરૂચ :રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા માટે સેફ એન્ડ સિક્યોર અંતર્ગત ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવાનું કામ શરૂ કરાયું છે આ કામગીરી માં ભરૂચ જિલ્લાના નવ તાલુકા ના પણ વિસ્તારો તથા સર્કલ ઉપર સીસી કેમેરા લગાડવામાં આવશે.. લોકોની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરા કરેલી આ કામગીરી માટે લોકો એ ખુશીની વ્યક્ત કરી છે..

    રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં 580 સીસીટીવી કેમેરાથી ભરૂચ શહેર જિલ્લાને આવરી લેવાંમાં આવ્યા છે.. ભરૂચ શહેરની તમામ ચોકડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કેમેરા લગાવવાથી ભરુચ શહેરમાં બનતા ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા લોકો ને નાથવા માટે નો આ સીસીટીવી મોટી ભૂમિકા અદા કરશે

   ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અકસ્માતો લૂંટ ધાડ,ચેન ચેન સ્નેચિંગ, મહિલાઓની છેડતી જેવા ગુનાઓને નાથવા માટે પણ મદદ રૂપ થશે.. આ સીસીટીવી કેમેરા રાત્રી દરમિયાન પણ લાઇટ વગર પણ કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા કેમેરા લગાવવામાં આવ્યા છે ગુજરાત સરકાર વિવિધ શહેરોમાં સેફ એન્ડ સિક્યોર નામની યોજના અંતર્ગત મોટા શહેરોને આ યોજનામાં આવરી લેવા માં આવ્યા છે જેના ભાગરૂપે ભરૂચ ને પણ આ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે હાલ ભરૂચ જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ગુનાખોરીમાં પણ હરણફાળ ભરતા અટકાવવા માટે આ સીસીટીવી કેમેરા શહેરમાં અને મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે જેથી કોઈપણ ગુનાહિત કૃત્યને અંજામ આપી ભાગનાર ને પકડવામાં ભરૂચ પોલીસ ને સરળતા રહેશે.

(8:51 pm IST)