Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમદાવાદ : સીબીઆઈ અધિકારીના નામે છેતરપીંડી કરતા શખ્શને નિકોલ પોલીસે ચીખલી નજીકથી ઝડપ્યો

ભુજના બે વેપારીઓને ન્યાય અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદના નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારીના નામે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ભુજના બે વેપારીઓને ન્યાય અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા. જેને લઇ પોલીસે નવસારી ચીખલી નજીક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજના વેપારી સાથે આ લાખો રૂપિયાની ઠગાઈ થઈ ગઈ અને ઠગાઈ કરનાર વ્યક્તિ મૌલિક ડોંગરેસિયા પોતાની ઓળખ સીબીઆઇ અધિકારી હોવાનું કહી પૈસા પડાવતો રહ્યો. આ એક માત્ર વેપારી પાસે નહીં અન્ય પણ એક વેપારી પાસેથી તેને રૂપિયા પડાવ્યા હોવાનું હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

  બન્ને વેપારીઓને પોતાના ધંધામાં પહેલા જ કરોડો રૂપિયાની ખોટ જતા કઈ રીતે પરત પૈસા મળે તેની આશા પર બેઠા હતા. તેવામાં આરોપી મૌલીક સાથે અમદાવાદમાં તેમનો પરિચય થયો. અને આ પરિચય વિશ્વાસમાં પરિણમ્યો તે દરમિયાન આરોપી મૌલિકે વિશ્વાસનો લાભ લઇ ટુકડે ટુકડે રૂપિયા પડાવી લીધા હતા

(6:50 pm IST)