Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગુજરાતના નવા ચૂંટણી અધિકારી પદે અનુપમ આનંદની નિમણૂક

હાલના અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત કેડર ના આઈએએસ અધિકારી અનુપમ આનંદને જવાબદારી સોંપી

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની  વરણી કરી છે. સંદર્ભે સોમવારે જારી કરવામાં આવેલ એક સત્તાવાર નિવેદનમાં, ભારતીય ચૂંટણી પંચે ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદને ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક આપી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન નિવૃત થતા હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની  પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ટ્રાઈબલ વિભાગના સચિવ તરીકેનું વધારાનું કામકાજ હવે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ સંભાળશે.

જણાવી દઈએ કે, રાજ્યના નવા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ  2000ની બેચના IAS કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યાં છે. હવે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પણ અનુપમ આનંદના કાર્યકાળ દરમિયાન યોજાશે.

(8:32 pm IST)