Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પિતાએ ચુડેલ સમજી દીકરી પર કુહાડીનો છૂટો ઘા કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહીસાગર: જિલ્લાના સંતરામપુર તાલુકાના બાવાના સાલિયા ગામે રહેતા સોમાભાઇ ખાંટની ૨૦ વર્ષની પુત્રી લીલાનું આવતીકાલે મેરેજ છે.તેમની બીજી પુત્રી જે ૧૮ વર્ષની છે,તેનું લગ્ન પણ આવતીકાલે હતું.

આજે સવારે સોમાભાઇ ખાંટ સુતા હતા.તે  સમયે અચાનક તેઓને એવો ભાસ થયો હતોે કે,તેમની છાતી પર કોઇ બેસીને તેમનું ગળુ દબાવી રહ્યુ છે.જેથી,સોમાભાઇ અચાનક ઊંઘમાંથી જાગી ગયા હતા.અને જોરથી ધકકો મારીને ઉભા થઇ ગયા હતા.અને કુહાડીનો છુટ્ટો ઘા કર્યો  હતો.જે કુહાડી તેમની પુત્રી લીલાને માથામાં વાગી જતા તે લોહીલુહાણ થઇ ગઇ હતી.સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ મોડીસાંજે યુવતીને વધુ  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.યુવતીના પિતા સોમાભાઇએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે,મને સવારે એવો ભાસ થયો હતો કે,મારી છાતી  પર  કોઇ ચૂડેલ બેસી ગઇ છે.જેથી,મેં કુહાડીનો છુટ્ટો ઘા કર્યો  હતો.મારી જિંદગીમાં મેં પહેલીવાર આવો અનુભવ કર્યો છેમહીસાગર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ, બનાવના પગલે સોમાભાઇની બંને  પુત્રીઓના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે.

(4:53 pm IST)