Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

સુરતના મહિધરપુરા હીરાબજારમાં સાંજના સુમારે જાહેરમાં જુગાર રમતા પાંચ હીરાદલાલ સહીત એક જમીનદલાલને પોલીસે રંગે હાથે ઝડપી 32 હજારની રકમ જપ્ત કરી

સુરત: શહેરના મહિધરપુરા હીરાબજારમાં રવિવારે સાંજે ઓટલા ઉપર જુગાર રમતા પાંચ હીરાદલાલ અને એક જમીનદલાલને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.32,130 કબજે કરી ચારથી વધુ વ્યક્તિ નહીં ભેગા થવાના જાહેરનામાનો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે 5.30 વાગ્યાના અરસામાં મહિધરપુરા હીરાબજાર એલ.બી.ચાર રસ્તા એસએમસી શૌચાલયની સામે ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા હીરાદલાલો શરદભાઇ પરષોતમભાઇ સોની (..49, રહે. ઘર નં.6/1831, ભોજાભાઇનો ટેકરો, હીરાબજાર પોલીસ ચોકી સામે હીરાબજાર, મહિધરપુરા, સુરત ), વિપુલભાઇ દિલીપભાઇ સાહેબ (..16, રહે. 303, સૃષ્ટી એપાર્ટમેન્ટ, કતારગામ, સુરત), રવિન્દ્રભાઇ નામદેવ પઠાડે (..58, રહે. ઘર નં.526, રામી પાર્ક સોસાયટી, ગોડાદરા રોડ, ડીંડોલી, સુરત), અશ્વીનભાઇ છગનભાઇ પટેલ (..42, રહે. સી/604, સીટી સેન્ટર એપાર્ટમેન્ટ, લાલદરવાજા, મહિદહરપુરા, સુરત), રમેશભાઇ છોટુભાઇ પટેલ (..64, રહે.આઇ/01,પંચરત્ન ગાર્ડન, બોમ્બે માર્કેટ પાસે, વરાછા, સુરત) અને જમીનદલાલ રવીભાઇ શાંતીભાઇ ચાવડા (..59, રહે.ઘર નં.47, સત્ય સાંઇનગર, ડેરી ફળીયા રોડ, કતારગામ, સુરત) ને ઝડપી લીધા હતા.

(4:50 pm IST)