Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

વડોદરાના હરણી રોડ નજીક નજીવી બાબતે ઝઘડો કરી યુવાન પર હુમલો થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરનાહરણીરોડ સવાદ ક્વાટર્સ પાસે જલારામનગરમાં રહેતા કમલેશ મનોજભાઇ જોશીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે,હું ધો.૧૦ માં અભ્યાસ કરૃ છું.મારા પિતા ઘર  પાસે આવેલા મંદિરમાં પુજારી તરીકે કામ કરે છે.મારા મોટાભાઇ મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે.મારા દાદીને તંબાકુ ખાવાની ટેવ હોય હું મારા ઘરની બાજુમાં લાલાભાઇ સીંધીની  દુકાન પર તમાકુ લેવા ગયો હતો.તે સમયે કોઇ પ્રેસમાં નોકરી કરતો હોય તેવો વ્યક્તિ દુકાન પર આવ્યો હતો.તે દુકાનદાર લાલાભાઇ સાથે પડીકીના રૃપિયા બાબતે બોલાચાલી  કરતા  હતા.અને ત્યારબાદ તે વ્યકિત જતો રહ્યો હતો.ત્યારબાદ,મેં લાલાભાઇને કહ્યુ હતું કે,પ્રેસવાળા સાથે ઝઘડો કરાય નહી.તમે કેમ ઝઘડો કરો છો ? આવુ સાંભળીને લાલાભાઇ મારી પર ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો.અને મને તંબાકુ આપી નહતી.તેની અદાવત રાખીને ગઇકાલે રાતે સાડાનવ વાગ્યે લાલાભાઇ ,તેમના પુત્ર અને ભાણેજે મને માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)