Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દમણના પૂર્વ સાંસદ અને માજી કોંગ્રેસ અધ્યક્ષ ડાહ્યાભાઈ પટેલનો કોરોનાએ જીવનદીપ બુઝાવ્યો

સંઘપ્રદેશ દમણના પૂર્વ સાંસદ અને માજી કોંગ્રેસ અધ્યક્ષ ડાયાભાઈ પટેલનું આજરોજ મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક જાણીતી હોસ્પિટલમાં તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ડાહ્યાભાઈ પટેલ દમણના માજી સાંસદ હતા અને તેઓશ્રી ૨ ટર્મ સુધી દમણ દીવના સાંસદ રહ્યા હતા.. તેમના નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

(1:25 pm IST)