Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પ પોઝિટિવ કેસમાં તબલીગી જમાતનું કનેક્શન સપાટી પર

તબલીગી જમાતનું કનેકશન ખૂલતાં તંત્રમાં દોડધામ : કેટલાને ચેપ લગાડ્યો, કયાં ચેપ ફેલાવ્યો તેને લઇ સવાલો

અમદાવાદ,તા. ૩ : ગુજરાતમાં આજે કોરોનાના સાત નવા પોઝિટીવ કેસ નોંધાયા તેમાંથી પાંચ લોકોનું દિલ્હીના તબલીગી જમાતનું કનેક્શન સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને સ્થાનિક આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને ખુુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા છે. આજે સવારે પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિનું જ કનેક્શન સામે આવ્યું હતું. જો કે, પુછપરછમાં તમામ લોકોનું કનેક્શન મળી આવતાં તંત્રમાં જબરદસ્ત દોડધામ મચી ગઇ હતી. ગુજરાતમાં આજે કોરોનાના વધુ ૭ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯૫ પર પહોંચી ગઈ છે. જોકે, ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર એ છે કે કાલુપુર ભંડેરીની પોળના જે ૪ કેસ પોઝિટીવ સામે આવ્યાં છે તેમાંથી એક ૬૮ વર્ષીય વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હીની મળી આવી છે.

દરમ્યાન તાપાસ કરતા નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સામેલ થયા હોવાનું ખુલ્યું છે. અમદાવાદ પોલીસ, રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ સાથે મળીને કામ કરી રહી છે. ગુજરાત પોલીસ અને એટીસએ અત્યાર સુધી ૮૨ લોકોને આઇડન્ટીફાઇ કરી ચુક્યાં છે જ્યારે ૬૮ લાપતા હજુ લાપતા છે તેમની શોધખોળ ચાલી રહીં છે. હાલ કાલુપુર ભંડેરીપોળમાંથી જે ચાર પોઝિટીવ કેસ મળી આવ્યાં છે તેમને કાલુપુર દરવાજા બહાર કોટની રાંગ પાસેની મસ્જીદમાં ક્વોરન્ટાઇન કરી બેસાડી દેવામાં આવ્યાં છે અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી રહીં છે. ગુજરાત એટીએસ અને પોલીસે સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ માગી છે. બીજી તરફ આજે નવા નોંધાયેલા સાત પોઝિટીવ કેસમાંમાંથી બે કેસ બાપુનગરના છે અને બંને એક જ પરિવારના છે.

(9:40 pm IST)