Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા 5 લાખ રૂપિયા એડવાન્સ બુકીંગ એમાઉન્ટ રીફન્ડ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વર્ષે ૪૦ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોક ડાઉનના કારણે પ્રવાસીઓ માટે બંધ છે.હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે.પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલન માટે સિક્યુરિટી કર્મીઓ આવે છે
  સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ત્રણ હજાર કરતા પણ વધારે પ્રવાસીઓને તેમના ટિકિટ ના નાણાં પરત કર્યા છે.અંદાજીત પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પરત કરી છે.હાલમાં તેઓ એટલા માટે ખાસ તો આવે છે કે હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસન સ્થળો છે જેની સુરક્ષા માટે સુરક્ષા કર્મીઓ હોય છે તેમને પણ પગારથી લઈ અન્ય જરૂરિયાત મળી રહી તેનું અમે આયોજન કર્યું છે જોકે હાલ તમામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટો બંધ રહેતા રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે

(6:48 pm IST)