Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બાપુના ૧૧ મહાવ્રતઃ ફેસબુક પર ફરી લાભ

રાજકોટઃ. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જાન્યુઆરી-૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ નિમિતે પાલીતાણા પંથકમાં પદયાત્રા કરેલ. તે પદયાત્રાના દરેક દિવસે અલગ અલગ ગામમાં અલગ અલગ વકતાઓ દ્વારા ગાંધીજીના મહાવ્રતો વિશે વ્યાખ્યાન આપવામાં આવેલ. તે વખતના રેકોર્ડેડ પ્રવચનો ફરી આજથી દરરોજ સાંજે ૫.૩૦ વાગ્યે શ્રી માંડવિયાની ફેસબુક પર લાઈવ સાંભળવા મળશે.

આજે તા. ૩ના રોજ સત્ય વિશે ડો. ભદ્રાયુ વછરાજાની, કાલે તા. ૪ના રોજ ચોરી ન કરવી વિશે ડો. દિપક તેરૈયા, તા. ૫મીએ જાત મહેનત વિશે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને તા. ૬ઠ્ઠીએ સર્વધર્મ સમભાવ વિશે મોરારીબાપુના વિચારો જાણવા મળશે. તા. ૭મીએ સ્વદેશી પર રાઘવજી ડાભી તથા તા. ૮મીએ અસ્વાદ વિશે કુમારી રાધા મહેતા અને રામ મોરીની વાત પ્રસ્તુત થશે. તા. ૯મીએ અભય ઉપર અતુલ પંડયા બોલશે. તા. ૧૦મીએ વણજોઈતુ નવ સંઘરવું તે વિષય જય વસાવડાના વિચારો વ્યકત થશે. તા. ૧૧મીએ બ્રહ્મચર્ય ઉપર વિદ્યુત જોશી અને તા. ૧૨મીએ અહિંસા ઉપર નીતિન ભીંગરાળીયા બોલશે. તા. ૧૩મી અસ્પૃશ્યતા નિવારણ અંગે ડો. ભરત મિસ્ત્રીના પ્રવચનનું પ્રસારણ થશે. ગાંધી પ્રેમીઓની લાગણીને ધ્યાને લઈ હાલના સમયમાં ફરી મહાવ્રતોની વાતોનો આયોજકો તરફથી લાભ મળશે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૮ ૫૪૫૭૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:28 pm IST)