Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

નર્મદા ધારીખેડા સુગર મિલમાં શેરડીના ભાવ જાહેર ન થતા ખેડુતોમાં રોષ

લોકડાઉંનમાં કલેકટરનું જાહેરનામું હોવા છતાં ચૂંટણી જાહેર કેમ કરી જેવા ખેડૂત આગેવાનોના સવાલ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા અને ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ, નર્મદા સુગર તરફથી દક્ષિણ ગુજરાત ની બારડોલી,મઢી સાયણ, ચલથાણ વિગેરે સુગર ફેક્ટરીના શેરડીના ભાવ જાહેર થયા બાદ 3 દિવસ થયા છતાં નર્મદા સુગરના ભાવ જાહેર ના થતા ખેડૂતો માં આક્રોશ ફેલાયો છે.

 

દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી ઓના શેરડીના ભાવ જાહેર થયા પણ નર્મદા સુગરના ભાવ જાહેર ન થતા ખેડુતો માં રોષ ની લાગણી ફેલાઈ છે દર વર્ષે સુગર મિલોની સાથે નર્મદા સુગરના પણ ભાવ જાહેર કરાતા હતા નર્મદા સુગરના ચેરમેને હાલ ચૂંટણી આચાર સંહિતા અમલ માં હોય ભાવ જાહેર થયા નથી મંજૂરી આવશે ત્યારે જાહેર થશે તેમ જણાવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

   ખેડૂતોની ચર્ચા મુજબ કલેકટર નર્મદા એ 144 મી કલમ અને 34 એ મુજબ નું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારે ચૂંટણી કૅમ જાહેર કરી ? સત્તા લાલસા માં નૈતિકતા ભુલાઈ ગઈ ? માર્ચ માસ ના પ્રારંભે મતદાર યાદી જાહેર થઇ પછી દૂધધારા ડેરી જેના તમે ચેરમેન છો તેની સભા નર્મદા સુગર માં કેમ રાખી ? તો બીજી ચર્ચા મુજબ રાજ્ય સહકારી સંઘે તો અગાઉ થી ભાવ 31 તારીખ સુધી જાહેર કરવાનું નક્કી કર્યું હતું તો તે સમયે આચાર સંહિતા ધ્યાન માં લઇ અગાઉ થી મંજૂરી કેમ ના માંગી ? આમ નર્મદા સુગર ના શેરડી ના ભાવ મામલે અનેક વાદ વિવાદ શરુ થયા છે અને સંભવિત ચૂંટણી ને ધ્યાન માં લઇ સોશ્યિલ મીડિયા પર પણ મૅસેંજ ફરતા થયા છે તો બીજી બાજુ જાગૃત સભાસદો એ નર્મદા સુગર ની ચૂંટણી ને હાઇકોર્ટ માં પડકારી છે ત્યારે વિશ્વશનીય સૂત્રો ના જણાવ્યા મુજબ હાલ માં ચૂંટણી યોજાઈ શકે તેમ નથી સંભવત જુલાઈ માસ બાદ ચૂંટણી ની શક્યતા વર્તાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

 આ બાબતે ધારીખેડા સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે કાયદેસર તો ચૂંટણી જાહેર થઈ ગઈ ફોર્મ ભરાઈ ગયા એટલે આચાર સંહિતા લાગે પણ મંજૂરી માંગી લીધી છે તેનો લેટર મારી પાસે આવી પણ ગયો છે. હાલ આચાર સહિતા છે માટે ભાવ હજુ પણ નથી પડ્યા હજુ બે દિવસ પછી પાડીશું.

(9:41 pm IST)