Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

નર્મદા જીલ્લામા વધુ એક કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો: L & T કંપની હેઠળ કામ કરતા શ્રમિકને કોરોના પોઝીટીવ

કેવડીયા વિસ્તારમાં વિવાદાસ્પદ છ ગામો માંથી ૩૦૦ થી વધુ સેમ્પલો લેવાયાં હતાં

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે વાગડીયા પાસે કાર્યરત એલ એન્ડ ટી કંપનીના શ્રમિક ને કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ આવ્યો છે, તા.૩૦મે ના રોજ સેમ્પલ લેવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, શ્રમિક સરજુ સુરેશ વિશ્વકર્મા છે તે તા.૨૭ મેના રોજ સુરતથી કેવડીયા ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
  કોવીડ-૧૯ના નર્મદા જીલ્લામા હાલ કુલ ૦૪ કેસો એક્ટીવ થવા સાથે કુલ 19 ઉપર આંકડો સ્થિર થયો છે, રાજપીપળાના કોવીડ-૧૯ આઈસોલેશન હોસ્પીટલમા દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કેવડીયા નજીક ના વિવાદાસ્પદ છ ગામો માથી આરોગ્ય વિભાગે 300 થી વધુ સેમ્પલો લેતાં શોષિયલ મિડીયામા આ વાતને લઈ ને દેકારો મચી ગયો હતો કે સરકારના ઈશારે આ ગામોમા કોરોના પોઝીટીવ દર્દીઓ બતાવી આખાં એરીયા ને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવો જેથી લોકો સજ્જડ રીતે પોતાના ઘરો ની અંદર પુરાઈ રહે અને આ પરિસ્થિતિ નો લાભ ઉઠાવી કાંટાળી વાડ નુ કામ નિર્વિઘ્ને પાર પાડી લે, આરોગ્ય વિભાગ ની કામગીરી એ વખતે શંકા ના ઘેરા મા આવી ગઈ હતી.

(1:34 am IST)