Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુરતના ડિંડોલીમાં ઘરની બહાર બાથરૂમ ગયેલ 16 વર્ષીય તરુણીનું મોઢું દબાવી સોસાયટીનો યુવાન બંધ મકાનમાં લઇ જતા યુવતીએ બુમાબુમ કરી:પકડાઈ જતા યુવકનો તરુણીના પિતા પર વળતો હુમલો: ગુનો દાખલ

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં સોમવારે મધરાત બાદ ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગયેલી 16 વર્ષીય તરૂણીનું મોઢું દબાવી સોસાયટીનો યુવાન નવા બંધાતા મકાનમાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ બુમાબુમ કરતા તેના માતાપિતા દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો. પરંતુ યુવાન તરૂણીના પિતા ઉપર હુમલો કરી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 16 વર્ષીય પુત્રી હિના ( નામ બદલ્યું છે ) ધો.11 કોમર્સમાં અભ્યાસ કરે છે

સોમવારે મધરાત બાદ એક વાગ્યે હિના ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગઈ હતી. તે મસયે અગાઉથી ત્યાં છુપાયેલા તેમની સોસાયટીમાં પાછળની ગલીમાં રહેતા 26 વર્ષીય શૈલેન્દ્ર ગંગારામ પ્રજાપતિએ તેનો હાથ પકડી મોઢું દબાવી દીધું હતું.

(5:35 pm IST)