Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વડોદરા:ગોરવા-રિફાઇનરી રોડ પર વિસ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: શહેરમાં ગોરવા-રિફાઇનરી રોડ પર ન્યૂ ઇન્દિરાનગરમાં રહેતા વીસ  વીસ વર્ષની યુવતીએ ઘરે લાકડાના પીઠા પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જવાહરનગર પોલીસે યુવતીના આપઘાતનું કારણ શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોરવા-રિફાઇનરી રોડ  ન્યૂ ઇન્દિરાનગરમાં રહેતી ૨૦ વર્ષની અપરિણીત યુવતી શીતલબેન વેદપ્રકાશ કુસ્વાહ ગોરવા આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરે છે. તેના પિતા રીક્ષા ચલાવે છે. લોકડાઉન દરમિયાન તેને મેડિકલ સ્ટોર પર નોકરી શરૃ કરી હતી. ગઇકાલે બપોરે શીતલે ઘરે લાકડાના પીઠા પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જવાહરનગર પોલીસની તપાસમાં હજીસુધી યુવતીના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી. પોલીસે યુવતીના મોબાઇલ ફોનની  કોલ ડીટેઇલ મંગાવી છે. વધુમાં તેનો મોબાઇલ ફોન પાસવર્ડથી સુરક્ષિત હોય તે પાસવર્ડ બ્રેક કરવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે

(5:34 pm IST)