Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં હાઇકોર્ટની ફટકાર બાદ ખાનગી હોસ્‍પિટલો દ્વારા કોરોનાની સારવાર સસ્‍તી કરવાનો નિર્ણય

અમદાવાદ: અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર કરવાની પરમિશન આપ્યા બાદ હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે હવે હાઈકોર્ટ પાસેથી લપડાક કર્યા બાદ હવે સારવારના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આખરે એએમસીએ ખાનગી હોસ્પીટલના નવા ચાર્જ જાહેર કર્યાં છે. કોરોના દર્દીઓ માટેના ચાર્જમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરાયો છે. હાઇકોર્ટની ફટકાર બાદ કરાયો આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જો હોસ્પિટલ સહકાર ન આપે તો ડેપ્યુટી હેલ્થ ઓફિસરને ફરિયાદ પણ કરી શકાશે તેવું એએમસી દ્વારા જણાવાયું છે.

નક્કી કરેલા ચાર્જને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટેના બેડ દીઠ 9000થી 23000 સુધીના સરકારે નક્કી કરેલા ચાર્જને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલે હાઈકોર્ટમાં જવાબ આપ્યો કે, ભાવમાં ઘટાડો શક્ય નથી. જોકે,તેના બાદ ખાનગી હોસ્પિટલો દ્વારા જનરલ વોર્ડમાં 10 ટકા અને અન્યમાં 5 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે.

ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલતી હતી

ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલતી હતી. 3000ની સામે 9000 રૂપિયા બેડદીઠ વસૂલવામાં આવતા હતા. કોરોનાની મહામારી ફેલાઈ ગઈ છે, આવામાં હોસ્પિટલોની ફરજ બને છે કે તેઓ માનવતા દાખવીને મદદ કરે. સામાન્ય દિવસોમાં પણ કોઈ પણ ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલ જનરલ વોર્ડના 9000 રૂપિયા વસૂલતી નથી. આવામાં હોસ્પિટલોના બેફામ ભાવ વધારા સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. કોરોનાના નામે ખાનગી હોસ્પિટલ ઉઘાડી લૂંટ આચરી રહી છે.  

(4:29 pm IST)