Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ખેડૂતો ચિંતા ન કરેઃ સરકાર ૫૦ હજારના બદલે સવા લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદશે

જથ્થાની મર્યાદા વધારવાની રાજ્યની દરખાસ્તને કેન્દ્રમાં હકારાત્મક પ્રતિસાદ : કવીન્ટલનો ભાવ રૂ. ૧૯૨૫: ખરીદીની મુદત ૩૦ જૂન સુધીની

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ કવીન્ટલના રૂ. ૧૯૨૫ લેખે ઘઉંની ખરીદી થઈ રહી છે. ઘઉંનું પુષ્કળ ઉત્પાદન હોવાથી ખેડૂતોની લાગણી ધ્યાને રાખીને રાજ્ય સરકારે ઘઉંના જથ્થાની ખરીદ મર્યાદા વધારવા કેન્દ્રમાં કરેલ દરખાસ્તને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં ખરીદવાની રાજ્ય સરકારને મંજુરી મળેલ. તેની સામે જરૂરીયાતને ધ્યાને રાખી સવા લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવા કેન્દ્રમાં મંજુરી માંગી છે. કેન્દ્ર સરકારે તેનો આશાસ્પદ પ્રતિભાવ આપ્યો છે. સત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. વિધિવત મંજુરી ટૂંક સમયમાં આવી જવાની આશા છે.  સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતોની અગાઉથી નોંધણી થયેલ. કુલ ૪૭૫૦૨ ખેડૂતોએ નોંધણી કરાવેલ. તે પૈકી અત્યાર સુધીમાં ૧૪૦૮૩ ખેડૂતોને મેસેજ મોકલવામાં આવેલ. જેમાંથી ૭૭૬૮ ખેડૂતો વેચવા આવ્યા છે. બાકીના ખેડૂતોને હવે એસએમએસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૬૪૨૩૮૪ બારદાનનો ઉપયોગ કરવામાં આવે છે.

(4:01 pm IST)