Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં ૫૦ ધનવંતરી રથ ઘુમે છેઃ ૧.૨૩ લાખ દર્દીઓને લાભઃ હોસ્પિટલો પરનું ભારણ ઘટયુ

રોજ નિયત ૨૦૦ સ્થાનો પર મુકામ કરી તપાસ-સારવાર

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ ધનવન્તરી રથની તસ્વીરી ઝલક

રાજકોટ, તા.૨: અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે સરકાર દ્વારા 'ધનવન્તરી રથ' કે જેમાં ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, ફાર્માસીસ્ટની સેવાઓ ઉપલબ્ધ  હોય તે પુરી પાડવામાં આવેલ છે. ધનવન્તરી રથને આયોજનબધ્ધરીતે પ્રથમ તબકકે અમદાવાદ શહેરના ૧૪ કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં મુકવામાં આવેલ. પ્રથમ તબકકામાં પ૦ ધનવન્તરી રથ દ્વારા પ્રત્યેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરી કુલ ર૦૦ વિવિધ લોકેશન પર સેવાઓ આપવાનું શરૂ કર્યુ. તેના કારણે દવાખાનાઓ પરનું ભારણ ઘટયુ છે.

ક્રમશઃ ધનરવન્તરી રથની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને હાલ ૯૦ ધનવન્તરી રથ કુલ ૩પ૭ જગ્યાએ સેવા અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારમાં આપી રહેલ છે.

ધનવન્તરી રથ મારફતે તેની મુલાકાત વખતે તમામ પેશન્ટનું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે અને હીસ્ટ્રી લઇ ૪૦ વર્ષથી ઉપરના તમામ પેશન્ટોના બ્લડ સુગર પણ લેવામાં આવે છે. જેથી ડાયાબીટીશના પેશન્ટની સત્વરે સારવાર કરી 'પ્રોમોર્બીડ'કેસ થતા અટકાવી દેવામાં આવે છે.

ધનવન્તરી રથની મુલાકાત આવનાર મુલાકાતીમાં જરૂર જણાય તો 'ઓકસીમીટર'નો ઉપયોગ કરી ઓકસીજન પણ માપવામાં આવે છે.  ધનવન્તરી રથ ઉપરથી પ્રત્યેક દર્દીને જરૂરીયાત મુજબ એલોપેથી દવાઓ જેવી કે પેરાસીટામોલ, સેટ્રીજીન, એથ્રોમાયસીન જેવી દવાઓ ઉપરાંત આયુષ હેઠળની દવાઓ સમરસની વટી હોમીયોપેથીક દવાઓ દરેક દર્દીને આપી તેમની રોગ પ્રતિકારક શકિત વધારવામં આવે છે.

ધનરવન્તરી રથની સતત સાતત્યપૂર્ણ દવાઓ અને સારવારના પરીણામે તાવના કેસમાં પ ટકા જેટલો ધટાડો થયેલ છે. તથા શરદી અને કફના કેસમાં ૧૬ ટકા જેટલા દર્દીઓનો ઘટાડો થયેલ છે. જયારે સીવીયર રેસપીરેટરી ટ્રેક ઇન્ફેશનની ફરીયાદ ધરાવતા પેશન્ટના પ્રમાણમાં ખૂબ મોટો દ્યટાડો થતાં હવે નહીવત જેટલું પ્રમાણ રહેલ છે.

ધનવન્તરી રથ મારફતને સરેરાશ અત્યાર સુધીમાં ૧,ર૩,૦૦૦ હજારથી પણ વધુ લોકોએ લાભ લીધો છે. આના પરીણામે છેલ્લા કેટલાક દીવસોથી અમદાવાદ સીવીલ હોસ્પિટલો અને એસ.વી.પી. હોસ્પિટલો કોરોના ઓ.પી.ડી.માં દર્દીઓનો ઘટાડો જોવા મળેલ છે. ધનવન્તરી રથના સંચાલન માટે કોર્પોરેશન માટેના ખાસ નિયુકત અધિકારી અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા અને મ્યુ. કમિશનર શ્રી મુકેશકુમાર માર્ગદર્શન આપી રહ્યા છે.

(2:49 pm IST)