Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સાત પીઆઇની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર

 

સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરતમાં 7 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પોલીસ ઈન્સપેક્ટર આર.બી.બ્રહ્મભટ્ટએ બદલીનો નિર્ણય લીધો છે.

સુરતમાં 7 પોલીસ ઇન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં પાંડેસરાના PI ડી.કે પટેલને ટ્રાફિકનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિસિંગ સેલના PI ડી.એસ કોરાટને પાંડેસરાની જવાબદારી સોંપવામાં આવી છે. સરથાણા PI ટી.આર ચૌધરીને વિશેષ શાખામાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના PI બી.સી સોલંકીને સરથાણાની જવાબદારી સોંપાઇ છે. જહાંગીરપુર પોસ્ટના PI બી.એમ પાટીદારની ટ્રાફિક શાખામાં નિમણૂક કરાઈ છે. પાંડેસરાના PI આર.એમ વસોયાને હજીરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. હજીરા પોસ્ટના PI વી.બી દેસાઈને જહાંગીરપુરાની જવાબદારી સોંપાઇ છે.

(8:41 am IST)
  • કલેકટરની સાંજે મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસીઃ રૂટીન કામગીરી શરૂ કરી દેવા -કોવિડ-૧૯ અને ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા : રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા સાંજે સીવીલ સર્જન મેડીકલ કોલેજના ડીન-જીલ્લા આરોગ્ય અધિકારી તથા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી સહિત તમામ મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસી યોજાશેઃ જેમા સગર્ભા સારવાર - ધાત્રી માતા સહિતની મેડીકલ કામગીરી શરૂ કરી દેવાઃ કોવિદ-૧૯માં હવે અનલોક-૧માં કયા પ્રકારની ખાસ સાવચેતી અને આગામી ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા થશે access_time 3:50 pm IST

  • નિસર્ગથી અતિ-અતિ ભારે વરસાદ અને પ્રચંડ મોજાનો ભય : નિસર્ગ વાવાઝોડાને લીધે તોફાની પવન કરતા અતિથી અતિ ભારે વરસાદનો ભયઃ ૮ થી ૧૦ ઇંચ સુધી વરસાદ અને ૧૦ થી ૨૦ ફુટના પ્રચંડ મોજા ઉછળશે તેનો ભય છે. આવતીકાલે ત્રીજી જુને સવારે મોટી ભરતી (હાઇટાઇડ) સમયે જો અતિભારેે વરસાદ અને તોફાની પવન ફુંકાશે તો સ્થિતિ અત્યંત ભયાવહ બનશેઃ કાલે સવારે મુંબઇમાં ''હાઇટાઇડ'' સમયે જો અતિભારે વરસાદને તોફાની પવન ફુંકાય તો સ્થિતિ ગંભીર access_time 12:45 pm IST

  • અર્થતંત્રને ધબકતુ કરવા ઉદ્યોગપતિઓ સાથે મંથન : ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના વાર્ષિક સત્રને નરેન્દ્રભાઇ મોદીનું સંબોધન : દેશને આત્મનિર્ભરની રાહ પર આગળ વધીને મેક ઇન ઇન્ડિયાને કઇ રીતે મેડ ફોર ધ વર્લ્ડ માટે નિર્માણ કરવું એ રોડમેપ તૈયાર કરવો પડશે : સરકાર હંમેશા ઉદ્યોગજગતની સાથે ઉભી છે : ૩ મહિનામાં પીપીઇ કિટમાં હજારો કરોડોનો ઉદ્યોગ ઉભો થયો : હવે લોકલ ચેનની સપ્લાઇમાં રોકાણ કરવું પડશે : CIIએ નવી ભૂમિકામાં પ્રગતિ કરવી પડશે access_time 12:46 pm IST