Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કઠલાલ તાલુકાના બગડોલ ગામે અગાઉ સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સજાની સાથે એક લાખનો દંડ ફટકાર્યો

કઠલાલ:તાલુકાના બગડોલ ગામે ભાથીપુરા પંચાયત પાસે રહેતા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા વિરુદ્ધ દોઢ વર્ષ પહેલા ચકલાસી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 13 માર્ચ 2020ના રોજ બપોરના સમયે મહેન્દ્રએ એક 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તેણે પોતાના મિત્ર નીતિશ રાઠોડની મદદ મેળવી સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ મહેન્દ્ર તેણીને એકાંત જગ્યા પર લઈ જઈ સગીરા સાથે મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. જે સમગ્ર ઘટના બહાર આવતા ભોગ બનનારના વાલીએ અંગે ચકલાસી પોલીસ મથકે હવસખોર મહેન્દ્રસિંહ ઝાલા અને મદદગારી કરનાર નીતિશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્નેની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

નડિયાદ પોકસો કોર્ટમાં આજે કેસ બોર્ડ ઉપર આવ્યો હતો. ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ મિનેષ પટેલે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે કુલ 24થી વધુ દસ્તાવેજી પુરાવા તપાસી 8 જેટલા વ્યક્તિઓની જુબાનીના આધારે આરોપી મહેન્દ્રસિંહ ઝાલાને આઈપીસી 376, 363, 366 તેમજ પોકસો હેઠળની કલમો મુજબ 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે રૂપિયા 45 હજારનો દંડ અને ભોગ બનનારને વળતર પેટે એક લાખ રૂપિયા ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.

(4:54 pm IST)