Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રાજપીપળા આવેલા પ્રદેશ ભાજપ મહામંત્રીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન ઓક્સીજન-દવાની જાણકારી મેળવી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રદેશ ભાજપ મહા મંત્રી પ્રદિપસિંહજી વાઘેલા રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા તેમણે પ્રથમ રાજપીપળા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક ની મુલાકાત લઈ બીજેપી યુવા કાર્યકરો ને રકતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા યુવા નગરપાલિકા કોર્પોરેટર ગિરિરાજ ખેર સાથે અન્ય યુવાનોએ અહી રકતદાન કર્યું હતું.
ત્યાર બાદ તેઓ એ કૉવિડ હોસ્પિટલ રાજપીપળા ની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર તથા સ્ટાફની મુલાકાત કરી હોસ્પિટલ માં સારવાર લેતા દર્દી  અને તેમના  સગા ને કોઈ જાત ની તકલીફ નથી પડતી તે અંગે જાણકારી મેળવી તેમને આશ્વાશન આપ્યું હતું  કે કઈ પણ તકલીફ હોય તો  બીજેપી કાર્યકર્તાઓ નો  સંપર્ક કરે તેઓ તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરશે,  તેઓ એ દર્દી ને ઓક્સીજન કે દવા ની તકલીફ નથી પડતી તેની પણ જાણકારી તંત્ર પાસે થી લીધી હતી.

(11:01 pm IST)