Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પ્રથમ એનિવર્સરીની સેલિબ્રેટ કરવા માટે દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ તિરુપતિ માટે રવાના

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈથી પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે તિરુપતી રવાના થઈ ગયા છે. દીપિકા પાદુકોણના લગ્ન વર્ષ ૨૦૧૮ માં ૧૪ અને ૧૫ નવેમ્બરના થયા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની તાજેતરની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને એક સાથે પોતાની પ્રથમ વેડિંગ એનિવર્સરીના દિવસે તિરુપતિ મંદિર જશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણ આ દરમિયાન હાઇ નેક સ્વેટર સાથે ડેનીમ જીન્સમાં જોવા મળી રહી હતી.

  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિવાય તિરુપતિ દર્શન દર્શન દરમિયાન બેન સ્ટાર્સની ફેમેલી પણ સાથે હશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ મેઘના ગુલજારની ફિલ્મ 'છપાક' માં જોવા મળશે. તેમાં તેમની સાથે વિક્રાંત મૈસી છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ ના રીલીઝ થઈ રહી છે.

તેના સિવાય તે પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ 'ફિલ્મ ૮૩' માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે, દીપિકા પાદુકોણ ફિલ્મમાં તેમની પત્ની રોમીનું પાત્ર નિભાવશે. જ્યારે દીપિકા પાદુકોણ 'મહાભારત' પર આધારિત એક નવી ફિલ્મમાં દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે.

(12:10 pm IST)