Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

એકતાને કોમોલિકા તરીકે ખુબ પસંદ છે આમના

ભારતીય ટેલિવિઝન ઉપર અનેક સીમાચિન્હરૂપ પાત્રો નાયકો તેમજ ખલનાયકો તરીકે પોતાનું સ્થાન અંકિત કરી ચૂકયા છે. ટેલિવિઝન ઉદ્યોગની સામ્રાજ્ઞી એકતા કપૂર દ્વારા રજૂ કરાયેલું કોમોલિકાનું ખલનાયિકા વાળુ પાત્ર પોતાનું એક વિશેષ સ્થાન ધરાવે છે. પ્રેરણા અને અનુરાગની જોડી સામે પોતાના કપટ ભર્યા હેતુઓ અને દુષ્ટ યોજનાઓ ઘડવા બદલ લોકો કોમોલિકાને ધિક્કાર કરવો ખૂબ ગમે છે. દર્શક વર્ગમાં તેના માટેનો અણગમો સતત ઊંચો જ રહેતો હોય છે. પીઢ અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ કોમોલિકા તરીકેની પડકારજનક ભૂમિકામાં પહેલી વખત પગ મૂકયો હતો ત્યારે દર્શકોએ ખલનાયિકા તરીકેની તેની એક અલગ છાપની નોંધ લીધી હતી. લાંબા સમય પછી સ્ટારપ્લસ ઉપર કસૌટી ઝિંદગી કી ફરી એક વખત રજૂ થઈ ત્યારે ખ્યાતનામ અભિનેત્રી હિના ખાન કોમોલિકાની ભૂમિકાને એક નવી ઊંચાઇ ઉપર લઇ જવા માટે આગળ આવી હતી. હવે કોમોલિકા તરીકે અભિનેત્રી આમના શરીફ છે અને એવું જણાઈ રહ્યું છે કે આ નકારાત્મક પાત્રની રજૂઆતને પોતાની પૂરેપૂરી ક્ષમતાથી નિભાવવા માટે તે કોઈ કસર બાકી રાખી રહી નથી! ખુદ એકતા કપૂરને પણ આમનાનું કોમોલિકા તરીકેનું ચિત્રણ ખૂબ જ પસંદ છે અને તેણે જણાવ્યું કે, આમના કોમોલિકાની ભૂમિકામાં ખૂબ જ સારી રીતે ગોઠવાઈ ગઈ છે. પરંતુ આમનાએ આ એવી રીતે કરી બતાવ્યું છે જાણે કે તેનો જન્મ આ જ ભૂમિકા માટે થયો હોય.

(9:54 am IST)