Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અનન્યાએ કર્યા કાર્તિકના વખાણ

કાર્તિક આર્યન અને અનન્યા પાડે તેની ફિલ્મ પતિ, પત્નિ ઔર વોને કારણે ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જેની લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ચૂકયું છે. ફિલ્મનું ગીત 'ધીમે ધીમે' હાલ જ રિલીઝ થયું છે. આ ગીત દર્શકોને પસંદ પડી રહ્યું છે. અનન્યાએ આ ગીત વિશે વાત કરતાં કહ્યું હતું કે આ એક ક્રેઝી ડાંસ નંબર છે અને આ ગીતનું શુટીંગ અમે મુંબઇની એક કલબમાં કર્યુ છે. અનન્યાએ કાર્તિક સાથે શૂટ કરેલા આ ગીત વિશે વધુમાં કહ્યું હતું કે શુટીંગ વખતે અમે ખુબ મસ્તી કરી હતી. કાર્તિકના વખાણ કરતાં તેણે જણાવ્યું હતું કે કાર્તિક લોકોનું બહુ ધ્યાન રાખે છે અને બધાની ચિંતા પણ એટલી જ કરે છે. કાર્તિક અને મારા વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી સારી છે. અનન્યાએ તેના પસંદગીના શોઝની વાત કરતાં જણાવ્યું કે તે રિયાલિટી શો બિગ બોસ અને સ્પ્લિટ્સવિલા જોવું મને પસંદ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આજે પણ તેને બહુ પસંદ છે.

(9:54 am IST)