Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'ને પુરા થયા 7 વર્ષ : દીપિકા પાદુકોણે શ્યેર કરી તસ્વીર

મુંબઈ: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' આજે તેના રિલીઝના 7 વર્ષ પૂરા થયા છે. ફિલ્મ આજનાં સાત વર્ષ પહેલાં એટલે કે 9 ઓગસ્ટ 2013 ના રોજ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના 7 વર્ષ પૂરા થયા બાદ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ દીપિકા પાદુકોણે, ફિલ્મ સાથે જોડાયેલી યાદોને ફરીથી જીવંત કરવા માટે ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેના કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે - 'માનવામાં નહીં આવે!' ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાઉથ ઈન્ડિયન યુવતીની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેમનું પાત્ર મીનામ્મા હતું, જ્યારે ફિલ્મમાં તેના વિરુદ્ધ શાહરૂખ ખાને મુંબઇ સ્થિત રાહુલ નામના યુવકની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં દીપિકા અને શાહરૂખની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા ઉપરાંત નિકટિન ધીર, સત્યરાજ, મનોરમા, કામિની કૌશલ વગેરે પણ મહત્વની ભૂમિકામાં હતાં. ફિલ્મના તમામ પાત્રોના અભિનયની પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

(5:51 pm IST)