Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સખ્ત મહેનત કરવા તૈયાર છે જ્હાન્વી કપૂર

બોલીવૂડમાં અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઉભી કરી ચુકેલી નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂર કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. જ્હાન્વીની ફિલ્મ ગુંજન સકસેના ધ કારગિલ ગર્લનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જે તેના ચાહકોને ગમ્યું છે. જ્હાન્વીએ તાજેતરમાં કહ્યું હતું કે સોશિયલ મિડીયા પર ઇનસાઇડર્સ અને આઉટસાઇડર્સને લઇને જે વિવાદો થતાં રહે છે તે સામે પોતે એટલુ જ કહેવા ઇચ્છે છે કે પોતે અભિનેત્રી તરીકે સાબિત થવા સખ્ત મહેનત કરવા તૈયાર છે. જ્હાન્વી કહે છે લોકો તમને ત્યાં સુધી સ્વીકારતા નથી જ્યાં સુધી તમે ખાસ અને અસાધારણ ન થઇ જાવ. મને ખબર  છે કે હું જ્યાં સુધી કંઇક ખાસ કરીને નહિ બતાવી શકું ત્યાં સુધી મને સ્વીકારવામાં આવશે નહિ. માત્ર આશા રાખવાથી કંઇ વળવાનું નથી. જ્હાન્વીની ફિલ્મ ગુંજન સકસેના ધ કારગિલ ગર્લ ૧૯૯૯ના કારગિલ યુધ્ધની કહાની છે. જેમાં યુધ્ધ ક્ષેત્રમાં ઉડાન ભરનારી પહેલી મહિલા લડાકુ વિમાન ચાલક ગુંજન સકસેનાના જીવનની કહાની છે. બુધવારે આ ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે.

(10:07 am IST)