Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

નવી ફિલ્મનું સપ્ટેમ્બરમાં શુટીંગ શરૂ કરશે શાહરૂખ

શાહરૂખ ખાનને બોલીવૂડનો કિંગ ગણવામાં આવે છે. હાલમાં તે 'ઝીરો' ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. હવે પછી સપ્ટેમ્બરથી તે નવી ફિલ્મ 'સેલ્યુટ'નું શુટીંગ શરૂ કરશે. આનંદ એલ. રાયના નિર્દેશનમાં બનેલી ઝીરોનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જે દર્શકોને ગમ્યું છે. સેલ્યુટ ફિલ્મ ઇન્ડિયન એર ફોર્સના પૂર્વ પાયલોટ અને ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર આધારીત છે. સપ્ટેમ્બરમાં શુટીંગ શરૂ કર્યા પછી શાહરૂખ ઝીરોનું પ્રમોશન કરશે. બાદમાં ફરીથી જાન્યુઆરીમાં સેલ્યુટનું શુટીંગ કરશે. આ ફિલ્મનું નિર્દેશન મહેશ મથાઇ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે કરીના કપૂરને લેવાની ચર્ચા છે. પણ કરીનાએ હાલ ના કહી દીધી છે.

(9:18 am IST)
  • આજે આટલા ભાગોમાં ભારે વરસાદની આગાહીઃ કોંકણ - ગોવા - પ.મધ્યપ્રદેશ - દક્ષિણ ગુજરાત - તટીય કર્ણાટક - કેરાલા - ઉત્તરાખંડ - દક્ષિણ કર્ણાટકના ભાગો - મધ્ય મહારાષ્ટ્ર - ઉત્તરપ્રદેશ - પૂર્વ રાજસ્થાન - પૂર્વ મધ્યપ્રદેશ - દક્ષિણ છત્તીસગઢ - મરાઠાવાડ - વિદર્ભ- સૌરાષ્ટ્ર - તામિલનાડુ - ઉત્તરી કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદની ડિઝાસ્ટર ખાતાની આગાહી access_time 11:12 am IST

  • નવાઝ અને મરીયમની એરપોર્ટ પરથીજ થશે ધરપકડઃ ૧૩ જુલાઇએ બંને પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે access_time 11:10 am IST

  • શુક્રવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા:એમપી અને ગુજરાત તરફ આગળ વધશે : આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં તંત્રને એલર્ટ કરાયું :તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના access_time 11:15 pm IST