Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બાહુબલીના આ અભિનેતાને મળી હોલીવુડ ફિલ્મની ઓફર

મુંબઈ: અભિનેતા રાણા દુગુબત્તી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક જાણીતું નામ બની ગયો છે. ફિલ્મ બાહુબલિ સિરીઝમાં ભલ્લાલદેવથી અભિનેતાને એક નવી ઓળખ મળી છે. બોલિવૂડમાં ફિલ્મ બેબી જેવી સુપરહિટ ફિલ્મમાં પણ અભિનેતા કામ કરી ચૂક્યો છે. રાણા દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડની ફિલ્મોના શૂટિંગોમાં વ્યસ્ત છે અને હવે ટૂંક સમયમાં તે હોલિવૂડ તરફ દોટ માંડી રહ્યો છે. હાલ અભિનેતા પોતાની આગામી ફિલ્મ હાથી મેરે સાથીની શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં બની રહી છે. તામિલમાં ફિલ્મનું નામ કાદન રખાયું છે તો તામિલમાં ફિલ્મનું નામ અરણ્ય છે. ઉપરાંત રાણા હિન્દી મલ્ટિસ્ટારર ફિલ્મ હાઉસફૂલ ૪નો પણ ભાગ છે.

 

(5:21 pm IST)