Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સાન્યાની ઇચ્છા થઇ પુરીઃ મળી વિદ્યા સાથે ફિલ્મ

દંગલ ફિલ્મથી જાણીતી બનેલી અને બાદમાં પટાખા તથા બધાઇ હો જેવી ફિલ્મો કરી ચુકેલી  સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલન સાથેની ફિલ્મ મળતાં અત્યંત ખુશ છે. તેની ખુબ ઇચ્છા હતી કે તે વિદ્યા સાથે એક ફિલ્મ કરે. રોની સ્ક્રુવાલા એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સાન્યાને વિદ્યા સાથે રોલ મળ્યો છે. સુપર કોમ્પ્યુટર તરીકે ઓળખાતી મહાન ગણિતજ્ઞ શકુંતલા દેવીની બાયોપિક બની રહી છે. જેમાં વિદ્યા બાલનને શકુંતલા દેવીનો રોલ મળ્યો છે. સાન્યા તેની દિકરીના પાત્રમાં જોવા મળશે. સાન્યાને આ ફિલ્મની કહાની ખુબ જ ગમી ગઇ હતી. વળી તેની વિદ્યા સાથે કામ કરવાની ઇચ્છા પુરી થઇ રહી હોઇ તેણે તુર્ત જ ફિલ્મમાં કામ કરવાનું સ્વીકારી લીધુ હતું. ફિલ્મનું શુટીંગ આ વર્ષે જ શરૂ થઇ જશે. અનુ મેનન તેનું નિર્દેશન સંભાળી રહ્યા છે. સાન્યાનો રોલ પણ આ ફિલ્મમાં દમદાર છે.

 

(10:03 am IST)