Gujarati News

Gujarati News

News of Wednesday, 28th February 2024

અકિલા ન્યુઝ : લીંબડી-અમદાવાદ હાઈવે લીંબડી નજીક તેલ ભરેલ પલ્ટી મારી ગયું, ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલ્ટી મારી ગયુ, આસપાસના લોકો અને મહિલાઓ તેલ ભરવા અલગ અલગ વાસણો લઈ પડાપડી કરી હતી.

જામનગર નવાણિયા ગામે અંબાણી પરીવાર દ્વારા આયોજિત ભોજન સંભારભ અને સાંસ્કૃતિક કાર્યકમમાં અનંત અંબાણીની હાજરી, ગ્રામજનો દ્વારા અનંત અંબાણીને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર અને દ્વારકાના ઐતિહાસિક આહીરાણી મહારાસની તસ્વીર ભેટ સ્વરૂપે આપી હતી.

અકિલા ન્યુઝ : અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા, અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ, જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે, અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહી પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.