Gujarati News

Gujarati News

  • તુર્કીના દક્ષિણ-પૂર્વી બીતલિસ પ્રાંતમાં સૈન્ય અભિયાન દરમિયાન હિમસ્ખ્લન થતા બે સૈનિકોના મોત નિપજ્યા છે. જયારે અન્ય સાત સૈનિકો ઘાયલ થયા છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જાણકારી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ બરફની ચટ્ટાન સૈન્ય ટુકડી પર ધસી પડતા થયેલ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો હજુ લાપતા છે access_time 10:47 am IST

  • વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બેન્કિંગ સર્વેલન્સ સિસ્ટમમાં સુધારા માટે RBIની પ્રશંસા કરી છે તેમના અહેવાલમાં, તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈની દેખરેખ અને નિયમન ખુબ મજબૂત રહ્યા છે અને તાજેતરનાં વર્ષોમાં તેમાં બહુ સારો સુધારો થયો છે. રીપોર્ટ મુજબ, નવા સુધારાઓ ભારતના NPA (અસહાય દેવું)ને હલ કરવામાં મદદરૂપ નીવડશે access_time 9:16 am IST

  • બિટકોઈનની લેતી-દેતી કરનારાની માઠી : ૫૦ને નોટીસો : ભારત સરકારે જેને માન્યતા નથી આપી તેવી બિનઅધિકૃત કરન્સી 'બિટકોઈન'ની લેતી-દેતી કરનારાઓની યાદી તૈયાર થઈ રહી છે : તેમાંથી નફો કરનારા ૫૦ લોકોને ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટએ નોટીસ દીધી છે. access_time 3:28 pm IST