Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સંગીતા ફોગાટ અને બજરંગ પુનિયાએ કરી લીધી સગાઈ

ચંડીગઢઃ ભારતીય સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ પારંપરિક રીતિરિવાજ પ્રમાણે પહેલવાન સંગીતા ફોગાટ સાથે સગાઈ કરી લીધી છે. સંગીતા મહાવીર ફોગાટની સૌથી નાની પુત્રી છે. ૨૦૨૦માં યોજાનારા ટોકયો ઓલિમ્પિકસ બાદ તેઓ બન્ને લગ્ન કરશે. આ સગાઈવિધિ સોનીપતમાં કરવામાં આવી હતી. સગાઈની વિધિ પુર્ણ થયા બાદ ફોગાટ પરિવારે બજરંગ પુનિયાને આશીવાંદ આપ્યા હતા. ત્યાર બાદ સંગીતાના પિતા મહાવીર ફોગાટ અને બજરંગ પુનિયાના પિતા બલવાન પુનિયાએ પણ એકબીજાને શુભકામના પાઠવી હતી. બજરંગ હાલમાં ઓલિમ્પિકસની તૈયારીમાં છે. પહેલવાન બજરંગ પુનિયા ટોકયો ઓલિમ્પિકસ બાદ સંગીતા ફોગાટ સાથે લગ્ન કરી ગૃહસ્થ જીવનની શરૂઆત કરશે.

(3:52 pm IST)