Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં આનંદને મળી હાર

નવી દિલ્હી: વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન અને પાંચ વખત ક્લાસિક ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલા ભારતના લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદને નેધરલેન્ડમાં ચાલી રહેલી માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો.આનંદને રશિયાના વ્લાદિમીર ક્રેમનિક સામેની બાજી ગુમાવવી પડી હતી. સાતમા રાઉન્ડના પ્રારંભે આનંદ સંયુક્તપણે ટુર્નામેન્ટમાં બીજા ક્રમે હતો અને હવે છેક છઠ્ઠા ક્રમે ફેંકાયો છે.અઝરબેજાનના શખ્રીયાર મામેડયારોવે સતત ત્રીજી બાજી જીતીને ટોચના ક્રમે પોતાનું સ્થાન મજબુત કરતાં નજીકના હરિફ પર એક પોઈન્ટની સરસાઈ મેળવી લીધી છે.

(5:06 pm IST)