Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ફિફા કપ : દક્ષિણ કોરિયા પર સ્વિડનનો ૧-૦થી વિજય થયો

કેપ્ટન આંદ્રેસની જીતમાં નિર્ણાયક ભૂમિકાઃ દક્ષિણ કોરિયાની તુલનામાં સ્વિડનની વધુ આક્રમક રમત

નિજની,તા. ૧૮ : નિજની મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની ગ્રુપ એફની એક મેચમાં દક્ષિણ કોરિયા ઉપર સ્વિડને ૧-૦થી જીત મેળવી લીધી હતી. પહેલા હાફમાં કોઇ ગોલ થઇ શક્યા ન હતા જ્યારે બીજા હાફમાં ૬૫મી મિનિટમાં સ્વિડનના કેપ્ટન આંદ્રેસે ગોલ ફટકાર્યો હતો. પેનલ્ટી મળ્યા બાદ આ ગોલ ફટકારવામાં આવ્યો હતો. નિજનીના મેદાન પર રમાયેલી આ મેચમાં બંને ટીમોએ જોરદાર રમત રમી હતી. સ્વિડનની ટક્કર હવે ૨૩મી જૂનના દિવસે જર્મની સાથે થશે. જર્મનીની પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર થઇ હતી. આ જીત સાથે સ્વિડન પોતાના ગ્રુપમાં મેક્સિકો સાથે ટોપ ઉપર છે. સ્વિડન સામે જર્મનીને શાનદાર રમત રમવી પડશે. અગાઉ રવિવારના દિવસે ફિફા વર્લ્ડ કપમાં ગઇકાલે રવિવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. પરંતુ પરિણામોને લઇને ફુટબોલ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે એકબાજુ વર્તમાન ચેમ્પિયન અને ફીફા વર્લ્ડ કપ માટે સૌથી પ્રબળ દાવેદાર જર્મનીની તેની પ્રથમ મેચમાં મેક્સિકોની સામે હાર થઇ હતી. મેક્સિકોએ ૧-૦થી જીત મેળવી લીધી હતી. જ્યારે રોસ્તોવ ઓલ ડોન ખાતે રમાયેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની સ્વીત્ઝર્લેન્ડની સામે તેની મેચ ૧-૧થી ડ્રો રહી રહી હતી. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારનો ફ્લોપ શો રહ્યો હતો. બ્રાઝિલ માટે એકમાત્ર ગોલ ૨૦મી મિનિટમાં કોલિહ્નોહ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વીસ તરફથી એકમાત્ર ગોલ સ્ટીવન જુબર દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લી ઘડીએ નેમારને પણ ફ્રી કિક મળી હતી પરંતુ તે ગોલમાં ફેરવી દેવામાં સફળ રહ્યો ન હતો. વિશ્વ કપમાં વર્ષ ૧૯૭૮  બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ તેની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી નથી.

(9:38 pm IST)