Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આ વખતે ઓપનીંગ સેરેમની નહિં, ૨૦ કરોડ આર્મી ફંડમાં અપાશે

તૈયાર થઈ જાઓ IPLના નોન-સ્ટોપ રોમાંચ માટે

શનિવારથી ઇન્ડિયન ક્રિકેટની એકસાઇટિંગ ટુર્નામેન્ટ IPLનો પ્રારંભ થવાનો છે ત્યારે જાણીએ કઈ ટીમમાં કયા પાવર હિટરો ભરેલા છે

૨૩ માર્ચે સાંજે ૮ વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે મેચ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ર્બોડના અધિકારી ઇન્ડિયન આર્મીના સિનિયર અધિકારીને આર્મી વેલ્ફેર ફન્ડમાં ડોનેટ કરવા પહેલો ચેક આપશે. પુલવામા ટેરર અટેકને કારણે ભારતીય ક્રિકેટ ર્બોડે આઈપીએલની  ઓપનિંગ સેરેમની યોજવાને બદલે આખું બજેટ જવાનોના વેલ્ફેર ફન્ડમાં ડોનેટ કરવાનો ઉત્ત્।મ નિર્ણ લીધો હતો. ગયા વર્ષે ઓપનિંગ સેરેમનીનું બજેટ અંદાજે ૧૫ કરોડ હતું અને આ વર્ષે ર્બોડે એને વધારીને ૨૦ કરોડ કરવાનો નર્ણિય લીધો હતો. આ રકમ આર્મી વેલ્ફેર ફન્ડ અને નેશનલ ડિફેન્સ ફન્ડને મળશે.

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરઃ ટાઇટલ જીત - ૦, કેપ્ટન : વિરાટ કોહલી

ભારતના ખેલાડીઓ :- પાર્થિવ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, દેવદત્ત્। પલ્લિકલ, હિમ્મત સિંહ, પવન નેગી, શિવમ દુબે, મિલિન્દ કુમાર, ગુરકિરત સિંહ માન, પ્રયાસ બર્મન, અક્ષદીપ નાથ, મોહમ્મદ સિરાજ, કુલવંત ખેજરોલિયા

વિદેશી ખેલાડીઓ :- એ. બી. ડિવિલિયર્સ, શિમરન હેટમાયર, કોલિન ડી ગ્રેન્ડહોમ, મોઇન અલી, ટિમ સાઉધી, હેનરિચ કલાસેન, માર્કસ સ્ટોઇનિસ, નેથન કોલ્ટર-નાઇલ.

દિલ્હી કેપિટલ્સઃ ટાઇટલ જીત-૦, કેપ્ટનઃ શ્રેયસ અય્યર

ભારતના ખેલાડીઓ :- શિખર ધવન, પૃથ્વી શો, રિષભ પંત, હનુમા વિહારી, અંકુશ બૈન્સ, અમિત મિશ્રા, રાહુલ તેવટિયા, આવેશ ખાન, હર્ષલ પટેલ, મનજોત કાલરા, અક્ષર પટેલ, જલજ સકસેના, અમિત મિશ્રા, ઇશાન્ત શર્મા, નથ્થુ સિંહ, બંદારૂ અય્યપ્પા

વિદેશી ખેલાડીઓ :- કોલિન મનરો, ક્રિસ મોરિસ, કેગિસો રબાડા, કોલિન ઇનગ્રામ, સંદીપ લામિચાને, ટ્રેન્ટ બોલ્ટ, કીમો પોલ, શેરફેન રુથરર્ફોડ.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ટાઇટલ જીત - ૧, કેપ્ટન :કેન વિલિયમસન

ભારતના ખેલાડીઓ :- મનીષ પાંડે, વૃદ્ધિમાન સહા, યુસુફ પઠાણ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, દિપક હુડા, સંદિપ શર્મા, રિકી ભુઈ, બાસીલ થમ્પી, શાહબાઝ નદીમ, અભિષેક શર્મા, વિજય શંકર, ખલીલ અહમદ, ટી.નટરાજન.

વિદેશી ખેલાડીઓ :- ડેવિડ વોર્નર, માર્ટીન ગપ્ટીલ, જોની બેરસ્ટો, શાકીબ-અલ-હસન,

રાશીદ ખાન, મોહમ્મદ નબી, બીલી સ્ટેનલેક.

રાજસ્થાન રોયલ્સ : ટાઇટલ જીત - ૧, કેપ્ટન : અજિંકય રહાણે

ભારતના ખેલાડીઓ :- સંજુ સેમસન, ક્રિષ્ણપ્પા ગૌથમ, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી, સ્ટુઅર્ટ બિન્ની, મનન વોહરા, આર્યમન બિરલા, મિથુન સુધેસન, શ્રેયસ ગોપાલ, પ્રશાંત ચોપડા, જતીન સકસેના, શશાંક સિંહ, અંકિત શર્મા, માહિપાલ લોમરોર, શુભમ રંજાને, રિયાન પરાગ, જયદેવ ઉનકડટ, વરૂણ એરોન.

વિદેશી ખેલાડીઓઃ- સ્ટીવન સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોકસ, જોફ્રા આર્ચર, લિયમ

લિંવિગસ્ટોન, એશ્ટન ટર્નર, ઇશ સોઢી

કલકત્ત્।ા નાઇટ રાઇડર્સઃ ટાઇટલ જીત - ૨, કેપ્ટન : દિનેશ કાર્તિક

ભારતના ખેલાડીઓઃ- શુભમન ગિલ, રોબિન ઉથપ્પા, શ્રીકાન્ત મુન્ધે, કુલદીપ યાદવ, શિવમ માવી, રિન્કુ સિંહ, પીયૂષ ચાવલા, નીતીશ રાણા, કમલેશ નાગરકોટી, નિખિલ નાઇક, સંદીપ વોરિયર, પ્રસિધ ક્રિષ્ણા, યારરા પૃથ્વીરાજ.

વિદેશી ખેલાડીઓ :-  સુનીલ નારાયણ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફગુર્સન, એનિચ

નોર્ટજે, આન્દ્રે રસેલ, ક્રિસ લિન, જો ડેન્લી.

કિંગ્સ ઇલેવન પંજાબ : ટાઇટલ જીત - ૦, કેપ્ટન : રવિચન્દ્રન અશ્વિન

ભારતના ખેલાડીઓ :- લોકેશ રાહુલ, કરુણ નાયર, અંકિત રાજપૂત, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, મનદીપ સિંહ, સિમરન સિંહ, મુરુગન અશ્વિન, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, દર્શન નાલ્કન્ડે, હરપ્રીત બ્રાર, નિકોલસ પુરન.

વિદેશી ખેલાડીઓ :- એન્ડ્રુયુ ટાઇ, મુજીબ ઉર રહમાન (ઝદરાન), ડેવિડ મિલર, ક્રિસ ગેઇલ, મોઇઝેઝ હેનરિક્રસ, સેન કરન.

મુંબઈ ઇન્ડિયન્સ : ટાઇટલ જીત -૩, કેપ્ટનઃ રોહિત શર્મા

ભારતના ખેલાડીઓ :- આદિત્ય તારે, યુવરાજ સિંહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, સિદ્ઘેશ લાડ, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કન્ડે, અનુકૂળ રોય, ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ, પંકજ જયસ્વાલ, રાહુલ ચાહર, રસિખ સાલમ, જયંત યાદવ.

વિદેશી ખેલાડીઓ :- કીરોન પોલાર્ડ, લસિથ મલિન્ગા, જેસન બેહરેનડોર્ફ, એવિન લુઇસ, બેન કટિંગ, મિચલ મેક્ક્લેનેહેન, કિવન્ટન ડી કોક, એડમ મિલને.

ચેન્નઈ સુપર કિંગ્સ : ટાઇટલ જીત-૩, કેપ્ટનઃ મહેન્દ્રસિંહ ધોની

ભારતના ખેલાડીઓ :- મુરલી વિજય, અંબાતી રાયડુ, કેદાર જાધવ, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, કર્ણ શર્મા, શાદુર્લ ઠાકુર, હરભજન સિંહ, ધ્રુવ શોરે, એન. જગદીસન, મોનુકુમાર સિંહ, ચૈતન્ય બિશ્નોઈ, દીપક ચાહર, આસિફ કે. એમ.

વિદેશી ખેલાડીઓ :- શેન વોટ્સન, ડ્વેઇન બ્રાવો, ફેફ ડુ પ્લેસી, સેમ બિલિંગ્સ, ઇમરાન તાહિર, મિચલ સેન્ટનર, લુંગી એન્ગિડી, ડેવિડ વિલી.

(3:42 pm IST)
  • લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધુ :મતદારયાદી મુજબ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના નવ રાજ્યોમાં પુરુષોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યામાં વધારે છે access_time 12:52 am IST

  • ગોવા પૂર્વ સીએમ દિગંબર કામત ભાજપમાં જોડાવાની અફવા :કોંગ્રેસ નેતા કામતે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈને મનોહર પાર્રિકરનું સ્થાન લેશે તેવી અફવા કેટલાક હિતશત્રુઓ ફેલાવી રહ્યાં છે :કોંગ્રેસના વરિષ્ઠ નેતા કામતે પાર્ટી છોડવાની વાતનો છેદ ઉડાવતા કહ્યું કે તેઓ રવિવારે ગોવા પાછા આવશે અને સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે :અંગત કામે દિલ્હી ગયો હતો access_time 12:53 am IST

  • ફટાકડાનું ગોડાઉન સળગ્યુઃ ૪ માનવ જીવ ભસ્મીભૂત : ઉત્તરપ્રદેશના આજમગઢમાં કોતવાલી વિસ્તારમાં રવિવારે મોડી સાંજે હરાની ચૂંગી પાસે વેલ્ડીંગની દુકાનમાંથી તીખારો ઉડતા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી : આગમાં ૪ લોકોના મોત નિપજ્યા : અનેક લોકો દાઝયા : ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડ્યુ access_time 3:44 pm IST